ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જિયા પોતો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. એક જાતનું ઝાડ; પુત્રજીવા; ગર્ભકર; યષ્ટિપુષ્પ. આ ઝાડ કોંકણમાં અને ઘાટમાં થાય છે. તેનાં લાંબાં અને સાંકડાં પાન દવામાં વપરાય છે. તેનાં બિયાંની માળા સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે પહેરે છે. આ ઝાડ ઘણાં મોટાં થાય છે. તે કફકારક, ચક્ષુષ્ય, ગર્ભપ્રદ, વૃષ્ય, વાતકારક, રુક્ષ, સ્વાદુ, ખારૂં, તીક્ષ્ણ, મૂત્રલ તથા મલસ્તંભક મનાય છે અને પિત્ત, દાહ તથા તૃષાનો નાશ કરે છે.